sarvaiya jyotiba. m. Roll no. 27

વિષય: શિક્ષણમાં નાટ્ય અને કલા
વિષયાંગ: કલા અને નાટ્યકલાનું માનવ જીવનમાં મહત્વ
માર્ગદર્શક: પ્રો. અંકિતભાઈ જોષી

ગ્રુપ ના સભ્યો:

  1. ક્રિષ્ના બેન
  2. અનિતા બેન
  3. મનીષા બેન
  4. મિરલ બેન
  5. જ્યોતિ બેન
  6. નિરાલી બેન
  7. નિકિતા બેન
  8. ભાવના બેન

         ∆ કલા અને ધર્મ: 
                                   તારીખ:૨૨/૦૧/૨૦૨૦ ના રોજ અમે કલા અને નાટ્યકલા નો ધર્મમાં શું મહત્વ છે તે માટે ની માહિતી  એકત્રિત કરવા વર્કશોપ નો આયોજન કર્યું હતું. અને જૂથ ના દરેક સભ્યો સક્રિય રહીને માહિતી એકઠી કરી હતી . માહિતી એકઠી કરવા માટે ગૂગલ, યૂ ટ્યુબ તથા અન્ય પુસ્તકોમાંથી માહિતી લેવામાં આવી હતી. 
         
                                     તારીખ:૨૪/૦૧/૨૦૨૦ ના અમે એકત્રિત કરેલી માહિતી ને વર્ગખંડ મા રજૂ કરી હતી.. ધર્મ અને કલા વિષયક મળેલ માહિતી નીચે મુજબ છેઃ   
      # કલા અને ધર્મ: 

      ~ પ્રસ્તાવના : ધર્મ કહે છે, " धर्मेण हीनाः पशुभिः समानाः!" એટલે કે ધર્મ વિનાના માણસો પશુ સમાન છે. કવ્યશાસ્ત્ર કહે છે,"साहित्य सङ्गीत कला विहीन: सक्षत्प्सु: पृच्विषणहिन :! અર્થાત્ સાહિત્ય, સંગીત કલા વગર નો માણસ એ પૂછળા અને શિંગડા વગરનો સાક્ષાત પશુ છે. ધર્મ અને કલા બંને એકબીજાથી સંબંધિત છે. માનવ જે ધર્મ અપનાવે છે તે પોતાની કલા દ્વારા જ ધર્મને પ્રખ્યાત કરે છે. કલા દ્વાર  વ્યક્તિ ની આવડત બહાર આવે છે. જેમ ધર્મ ના અનુકરણ થી માણસ સાચો માનવ બને છે તેવી જ રીતે કલા દ્વારા સાહિત્ય , સંગીત અને કલાએ અનિવાર્ય ગણાય છે ધર્મ અને કલા બંને સત્યમ શિવમ સુંદરમ અને સત્ ચિત અને આનંદ ના પરમતત્વો ને સ્વીકારે છે. ધર્મ અને કલા એકબીજાથી સંબંધિત છે
                       કલાના સ્વરૂપો જેમ કે  સંગીત, નાટ્ય, શિલ્પ સ્થાપત્ય , સાહિત્ય, ચિત્ર અને નૃત્ય બધાની અભિવ્યક્તિ ધર્મ ક્ષેત્રે જોવા મળે છે. વ્યક્તિ પોતાની ભાવનાઓ ભજનો ગાઈને ઇશ્ચર પાસે યાચના કરે છે. મૂર્તિઓ કંડારી ઇશ્ચરના સ્વરૂપની કલ્પના કરી તેનું પૂજન કરે છે. નાટક અને નૃત્ય દ્વારા પણ ઇષ્વર પ્રત્યે સમર્પિત્તા ને વાચા આપે છે. ચિત્રો દ્વારા તે પોતાના મનના ભાવોને રૂપ આપે છે.



  #કલા અને ધર્મનો ઐતિહાસિક સંબંધ :.   વિદ્વાનો એવું માને છે કે ભારતીય કલા ધર્મથી પ્રેરિત થઈ છે. ઋગ્વેદ, ગીતા, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત, બાઇબલ, કુરાન બધા ધાર્મિક કાવ્યો છે. આમ કહી શકાય કે ધર્મ અને કલા એકબીજાના શરૂઆતથી જ સંબંધિત છે. ધર્મ એ કલાનો વિષય હતો. કલા દ્વારા સર્જકની ધાર્મિક ચેતના આપોઆપ પ્રગટ થાય છે. નૃત્યના પ્રારંભિક ઉપયોગમાં એક ધાર્મિક વિધિઓ માં રજુ થયેલું. જેમાં પ્રાચીન દંતકથાઓ ની વાર્તા નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેવીજ રીતે યહૂદીઓ અને ખિસ્ત્રીઓ ના ધર્મગ્રંથ મા સામેલ ગીતા શાસ્ત્રનું જે દાઉદ દ્વારા લખાયેલું છે તે પણ ધર્મને અનુલક્ષીને લખવમાં આવ્યું છે. કલા અને ધર્મ ના ઇતિહાસમાં ધર્મ ને લગતા શિલ્પ સ્થાપત્ય પણ ભારત માં જોવા મળે છે. અજંતા અને ઇલોરાની ગુફાઓ તેના ઉદાહરણો પૂરા પાડે છે. આમ ધર્મ અને કલા એકબીજાથી સંબંધિત છે.


          આમ, માર્ગદર્શક પ્રો અંકિતભાઇ જોષી ના માર્ગદર્શન હેઠળ કાર્યક્ર્મ સફળ પૂરક રહ્યો.





                                                Thank you 😊

Comments